ફૂટપાથની ધારે રાત્રે સાવ ભૂખ્યા સૂઈ ગયેલાં
બાળકની આંખોમાં
કેવા સપના આવતા હશે, ખબર છે ?
એના સપનામાં પરીઓ આવી
બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જ
એમને નવાંનક્કોર કપડાં પહેરાવી
પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ?
કે પછી
સવારે જ એની ઉંમરનાં બાળકને
એની મમ્મી સાથે હસતું-રમતું જતાં જોઈને
એના મનમાં જે કલ્પના ચાલેલી
એવું જ કંઈક
સપનામાં આવીને સાન્તાક્લોઝ
સાચું કરી જાય ?
પણ હમણાં તો,
એને સપનામાં દેખાય છે
કપ-રકાબી ધોતાં-ધોતાં તૂટી ગયેલાં
બે નંગ કપ-રકાબીનાં પૈસા
મહિનાના જરા-અમથા પગારમાંથી કપાઈ જવાના છે તે.
ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો
બાપ દારુ પી ગયો છે -
આ બધાં જ સપનાઓ હમણાં હમણાં તો એને ઉંઘમાંથી ઝબકાવીને
જગાડી દે છે
પણ, ચિંતા ન કરો
થોડા દિવસ પછી એ ઝબકીને નહીં જાગે,
કારણ કે
એને સપનાઓ જ નહીં આવે !
- એષા દાદાવાળા
5 comments:
Touching...Emotional...
Really very touchy..
A bit difficult to read the script …Easy to understand its meaning thou,read two lines yesterday and left it thinking that I won’t understand a single word ..but got spare time today so tried and glad that I read it .. its touching ..sad and bitter reality ..esp. in rural India , Kudos to the writer ! (didn’t get his/her name )
gujarati.. u got non-gujarati ppl too readin ur blogs..so do care to explain atleast sumthin here...thx in anticipation :-)
Very touching! and so sad but so true....
Post a Comment